આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના દહેડા ગામ ખાતે જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ લુણેજ દ્વારા ક્ષત્રિય કોળી પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 25 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી, ત્યારબાદ સરકાર સમારંભ અને દીકરીઓને ભેટ રૂપે સોફાસેટ, એલઇડી, ફ્રિજ, તિજોરી સહિત તમામ સામગ્રી અને ઘરવખરીનું સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજબધુંઓ સહીત ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ રાઠોડ, શ્રી રાયસંગભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ રાઠોડ, શ્રી ખોડાભાઈ ગોહેલ, શ્રી ઈશ્વરભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ ડાભી તથા શ્રી મહેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jan Kalyan Charitable Trust Lunej Arranged 1st Samuh Lagnotsav
Jan Kalyan Charitable Trust Lunej, Lunej, Daheda, Khambhat, Samuh, Samuh Lagnotsav, Anand,