ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હરજીપુરા કનીજ લાટ ગામ ખાતે શ્રી બહુચર મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઉમા ખોડલ માતાજીનું પણ ભવ્યથી ભવ્ય મંદિર પણ નિર્માણ થવા જઈ રહ્યુ છે, મંદિરના દિવ્ય સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા અવીરત ત્રણ વર્ષથી રુદ્રી યજ્ઞ તથા આદ્યશક્તિ નવચંડી અનુષ્ઠાનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ આજરોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે અહીંયા સમગ્ર ભારત વર્ષના સંતો મહંતોની ધર્મસભા તથા દિવ્ય ત્રિશુલની સ્થાપના અને ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બાબુભાઈ પટેલ તથા શ્રી વિનોદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Uma Khodal & Bahuchar Meldi Dham Harjipura Kanij Laat Arranged Maharudra Yagn