અમદાવાદના શાહપુર વિસ્તારમાં શ્રી શિવશક્તિ ઠાકોર મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જે દરમિયાન સત્કાર સમારંભનું પણ સુંદર આયોજન કરાયુ હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રાજુજી ઠાકોર, શ્રી બચુજી ઠાકોર તથા શ્રી હર્ષદભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Shivahaki Thakor Mandal Arranged 1st Samuh Lagnotsav 12.02.2023
Shree Shivahaki Thakor Mandal, Ahmedabad, Samuh Lagnotsav, 12.02.2023, Ahmedabad, Shahpur,