મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુદરડા ગામ ખાતે નવ્ય દિવ્ય અને ભવ્ય શ્રી રામજી મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જે મહોત્સવ ૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી રામ પરિવાર તથા શ્રી રાધાકૃષ્ણ અને શ્રી ઉમિયા માતાજીની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવશે, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત યજ્ઞના આચાર્ય શ્રી લાલાભાઇ શાસ્ત્રી તથા મુદરડા ગામના શ્રી કિરણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav Mudarda Jotana
Shree Ramji Mandir, Pran Pratishtha Mahotsav, Mudarda, Jotana,