તાલુકા જિલ્લા મહેસાણાના સાલડી ગામ ખાતે ઐતિહાસિક શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ખૂબ જ પૌરાણિક અને અતિ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા ભવ્યતિભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને મીની સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવશે, આ નવનિર્મિત મંદિરનો ભવ્ય દિવ્ય અને નવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તારીખ ૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા શતકુંડીય અતિ રુદ્ર મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, આ મહોત્સવ 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જેમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં સમગ્ર ગુજરાતથી ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સાલડી ટ્રસ્ટના પ્રમુખશ્રી કીર્તિકુમાર પટેલ તથા અરવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Pimpaleshwar Mahadev Saldi Pran Pratishtha Mahotsav Mehsana
Shree Pimpaleshwar Mahadev, Saldi, Pran Pratishtha Mahotsav, Mehsana, સ્વયંભૂ શ્રી પીંપળેશ્વર મહાદેવ, સાલડી, મહેસાણા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,
#Saldi #PimpleshwarMahadev #PranPratishtha