તાલુકા જિલ્લા મહેસાણાના જગુદન ગામ ખાતે શ્રી હરસિધ્ધિ વિનાયક ભગવાનનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ગણપતિ દાદા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય થી ભવ્ય રજત જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ગણેશ યાગ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લોકગાયક શ્રી સાગર પટેલ દ્વારા ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગુણવંતભાઈ પટેલ, માજી સરપંચ શ્રી રાજુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ ડેલિકેટ તથા અમદાવાદ પૂર્વ ના સંસદ સભ્ય અને જગુદન ગામના વતની શ્રી એચ એસ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harsiddhi Vinayak Mandir jagudan Mehsana arranged Rajat Jayanti Mahotsav 2022
Shree Harsiddhi Vinayak Mandir, jagudan, Mehsana, Rajat Jayanti Mahotsav, 2022,