તાલુકા જીલ્લા મહેસાણાના અંબાસણ ગામમા બહુચર ચોક ખાતે વાંટા વિભાગમા શ્રી બહુચર માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી બહુચર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એવી જ રીતે અહીંયા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાતમા નોરતે લોકગાયક શ્રી જયદીપ પ્રજાપતિ દ્વારા ભવ્ય રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગામજનો જુમી ઉઠ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ભરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
વાંટા વિસ્તારમાં શ્રી મહાકાળી માતાજી નું પણ ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, જેની સંપૂર્ણ વિગત શ્રી દશરથભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bahuchar Mataji Mandir Vanta Vibhag Ambasan Arranged Navratri Mahotsav 2022
Shree Bahuchar Mataji Mandir, Vanta Vibhag, Ambasan, Mehsana, Navratri Mahotsav, 2022,