તાલુકા જિલ્લા પાટણના કુણઘેર ગામ ખાતે શ્રી સધી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા શ્રાવણ સુદ આઠમનો અનેરો મહિમા છે, જ્યાં આજરોજ માતાજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે નવચંડી યજ્ઞ તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, દિવસ દરમિયાન અહીંયા સાધુ સંતો તથા ભુવાજીઓનો સન્માન સહીત રાત્રીના 33 જ્યોતિ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી વિનોદભાઈ દેસાઈ તથા શ્રી સાગરભાઇ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી. તો આવો દિવ્ય દર્શન કરીએ શ્રી રૂપા રૂડી ની સધી માતાજી મંદિર કુણઘેર, પાટણ .
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sadhi Mataji Mandir Kungher Celebrated Pragatyotsav 2022 on Shravan Sud Aatham 05.08.2022
Shree Sadhi Mataji Mandir Kungher, Kungher, Patan, Pragatyotsav, 2022, Shravan Sud Aatham, 05.08.2022, bhatachya Parivar,