મહેસાણા જિલ્લાના કડી શહેરના કરણપુર વિસ્તારમા આઈશ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર માતાજી ખુબ જ દિવ્ય તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સેવાકિય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એજ રીતે દર ત્રણ વર્ષે અહીંયા ભવ્યાતિભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ શતચંડી યજ્ઞ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે મહોત્સવ 20 થી 22 મે દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા રાત્રીના ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આજ રોજ રાત્રે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તથા આવતીકાલે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં કડી નગરપાલિકા ના ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલ સહિત સમસ્ત પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Khodiyar Mataji Mandir Karanpur Kadi Arranged Shatchandi Yagn Mahotsav 2022
Aai Shree Khodiyar Mataji Mandir, Karanpur, Kadi, Shatchandi Yagn Mahotsav, 2022,