મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં દેવીપુરા ગામ આવેલું છે, જ્યાંશ્રી સધી માતાજી નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને “સધી દિપો ધામ” તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે જ રીતે આજરોજ અહીંયા દિવ્ય અને ભવ્ય ૯માં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
રાત્રીના આજે માતાજીના ભક્તિ અને શક્તિ રૂપી ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા શ્રી ગમન સાંથલ અને શ્રી નીતિન કોલવડા માતાજીના સુંદર ગુણલા ગાશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી દીપકભાઈ ભુવાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Sadhi Dipo Dham Devipura Celebrated 9th Patotsav 16.05.2022
Shree Sadhi Dipo Dham Devipura, Devipura, Mehsana, Vijapur, 9th Patotsav, 16.05.2022, Sadhi Mataji Mandir Devipura,