મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામમા શ્રી માવડીઓ માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે 23 એપ્રિલનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં તિથી મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય તિથી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી જ મંદિર ખાતે યજ્ઞ પૂજન તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારો લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી હજુરજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Movadiyo Mataji Mandir Sultanpura Celebrated Tithi Mahotsav 23.04.2022