મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના કરલી ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચામુંડા માતાજી ની સાથોસાથ શ્રી ઉમિયા માતાજી તથા શ્રી અંબે માતાજી પણ ખૂબ જ દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે પલ્લી મહોત્સવ નો અહીંયા ખુબ જ મોટો મહિમા છે, જે દર 11 વર્ષે માતાજીના દિવ્ય સાનિધ્યમા કરલી ગામ ખાતે યોજવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ગામના સમસ્ત શેઠિયા પરિવાર દ્વારા ત્રિદીવસીય ચતુર્થ પલ્લી મહોત્સવનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દરેક ગ્રામજનો તથા પધારેલ ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જયંતીભાઈ તથા શ્રી મનુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Shethiya Parivar Karli Unjha Arranged 4th Palli Mahotsav 09.04.2022
Samast Shethiya Parivar Karli, Karli, Navi Karli, Mehsana, Unjha 4th, Palli Mahotsav, 09.04.2022,